<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપદે નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ની રચના કરાઈ

વ્યુહાત્મક યોજનાઓની રચના માટે GRIT થિંક ટેન્ક તરીકે માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડશે.

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ સંકલ્પને ‘વિકસિત ગુજરાત @ 2047’થી સાકાર કરવાના ધ્યેય સાથે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે તૈયાર કરેલ ડાયનેમિક વિઝન ડોક્યુમેન્ટ-રોડમેપમાં દર્શાવાયેલા ટૂંકા તેમજ લાંબા ગાળાના લક્ષ્યો ધ્યાને લઈને વ્યુહાત્મક યોજનાઓની રચના માટે GRIT થિંક ટેન્ક તરીકે માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડશે.

GRITની ગવર્નિંગ બોડીના ઉપાધ્યક્ષ તરીકે નાણાંમંત્રી ઉપરાંત કૃષિ, આરોગ્ય, શિક્ષણ તથા ઊદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રીના મુખ્યસલાહકાર, મુખ્યસચિવ સહિત 15 જેટલા સેક્ટર એક્સપર્ટ્સ સભ્ય તરીકે સેવાઓ આપશે. ગવર્નિંગ બોડીના નિર્ણયો તથા GRITના રોજબરોજના કામકાજ માટે 10 સભ્યોની એક્ઝેક્યુટીવ કમિટી કાર્યરત થશે.

(12:36 AM IST)