<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

પીએસઆઇ અને લોકરક્ષકની ભરતીમાં કુલ 16 લાખથી વધુ ઉમેદવારોએ કરી અરજી : નવેમ્બરમાં કરાશે શારીરિક કસોટી

PSIની કસોટી પૂર્ણ થયા પછી લોકરક્ષકની શારીરિક કસોટી:PSI અને લોકરક્ષક બંને માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે:PSI માટે બે પેપરની લેખિત કસોટી યોજાશે.

અમદાવાદ :ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં કુલ 16 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. ગઈકાલે 9 સપ્ટેમ્બર, 2024ના રોજ આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. ગુજરાત પોલીસ ભરતીમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.05 લાખ અરજીઓ આવી છે.

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીનું આયોજન આગામી નવેમ્બર 2024માં કરવામાં આવશે.PSIની કસોટી પૂર્ણ થયા પછી લોકરક્ષકની શારીરિક કસોટીનું આયોજન કરાશે. ગુજરાત પોલીસ ભરતીમાં PSI અને લોકરક્ષક બંને માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.PSI માટે બે પેપરની લેખિત કસોટી યોજાશે.જે ડિસેમ્બર માસના અંતમાં અથવા જાન્યુઆરી માસની શરૂઆતમાં લેવામાં આવશે.લેખિત કસોટી PSI માટે બે તબક્કામાં લેવામાં આવશે.જેમાં પ્રથમ કસોટી PSIની શારીરિક કસોટી બાદ તરત જ લેવામાં આવશે.

સંસ્થા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ

પોસ્ટના નામો

સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જેલ સિપાહી

કુલ ખાલી જગ્યાઓ

12,472

જોબ કેટેગરી

સરકારી નોકરી

અરજી પ્રક્રિયા

ઓનલાઈન

અરજી તારીખો

26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર, 2024 સુધી

શારીરિક કસોટી

નવેમ્બર 2024

પસંદગી પ્રક્રિયા

PET, PMT, લેખિત કસોટી, તબીબી પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી

કાર્ય સ્થાન

ગુજરાત

ઓફિશિયલ પોર્ટલ

police.gujarat.gov.in or ojas.gujarat.gov.in

 

ઈવેન્ટ

તારીખ

નોટિફિકેશન રિલીઝ

14 માર્ચ, 2024

ઓનલાઈન અરજીની શરૂઆત

4 એપ્રિલ, 2024

અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ

30 એપ્રિલ, 2024

અરજી ફરીથી ખુલવી

26 ઓગસ્ટ, 2024

પુનઃ અરજીઓ માટેની છેલ્લી તારીખ

9 સપ્ટેમ્બર, 2024

શારીરિક કસોટી

નવેમ્બર 2024

પરીક્ષા તારીખ

ડિસેમ્બર 2024/જાન્યુઆરી 2025

રેન્ક

પુરુષ/સ્ત્રી

નંબર

અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર

પુરુષ

316

અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર

સ્ત્રી

156

અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ

પુરુષ

4,422

અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ

સ્ત્રી

2,178

આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ

પુરુષ

2,212

આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ

સ્ત્રી

1,090

આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (SRPF)

પુરુષ

1,000

જેલ સિપાહી

પુરુષ

1,013

જેલ સિપાહી

સ્ત્રી

85

કુલ

 

12,472

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારને કોમ્પ્યુટરનું સારું જ્ઞાન હોવું જોઈએ.
  • ઉમેદવારને ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાઓમાં પર સારી પકડ હોવી જોઈએ.
  • અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર – માન્ય સંસ્થામાંથી કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી
  • અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (SRPF) – ધોરણ 12 (ઉચ્ચ માધ્યમિક) અથવા તેની સમકક્ષ લાયકાત પૂર્ણ

: ઉંમર પાત્રતા માપદંડ

પોસ્ટનું નામ

ન્યૂનતમ ઉંમર

મહત્તમ ઉંમર (સામાન્ય/ઓબીસી)

મહત્તમ ઉંમર (મહિલા)

મહત્તમ ઉંમર (SC/ST/SEBC/EWS)

અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર

21 વર્ષ

35 વર્ષ

40 વર્ષ (સામાન્ય કેટેગરી મહિલા)

45 વર્ષ (અનામત વર્ગ મહિલા)

અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (SRPF)

18 વર્ષ

33 વર્ષ

38 વર્ષ (સામાન્ય કેટેગરી મહિલા)

43 વર્ષ (અનામત વર્ગ મહિલા)

 

(9:02 PM IST)