<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટમાં 1712 સુધી બોલાયો : જાણો રાજ્યની 26 માર્કેટ યાર્ડમાં શું રહ્યો કપાસનો ભાવ? :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 323.14 ટન કપાસની આવક થઇ

અમદાવાદ :આજે ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 323.14 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂ. 1712 સુધી બોલાયો હતો. રાજકોટમાં નીચો ભાવ 1200 રૂપિયા સુધી ગયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં 1684 રૂ., અમરેલીમાં 1683 રૂ., જસદણમાં 1681 રૂ., બોટાદમાં 1678 રૂ. અને ગોંડલમાં 1646 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 323.14 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 133.30 ટન, જૂનાગઢમાં 80 ટન, અમરેલીમાં 40.30 ટન, બોટાદમાં 35 ટન, છોટા ઉદેપુરમાં 18.90 ટન, જામનગરમાં 6.20 ટન, મોરબીમાં 3.80 ટન, સુરતમાં 2.90 ટન, સુરેન્દ્રનગરમાં 1.40 ટન, ભરૂચમાં 1.10 ટન અને કચ્છમાં 0.24 ટન કપાસની આવક થઇ છે.

કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

(8:11 PM IST)