તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
જીરાનો સૌથી ઉંચો ભાવ 5300 રૂપિયા ઉંઝામાં બોલાયો: : જાણો રાજ્યની અન્ય 30 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણયાદી
ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,029.09 ટન જીરાની આવક થઇ : કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક ?

અમદાવાદ : ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,029.09 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5300 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4100 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4881 રૂ., હળવદમાં 4801 રૂ., થરાદમાં 4800 રૂ. અને રાજકોટમાં 4713 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,029.09 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 603.62 ટન, રાજકોટમાં 203.60 ટન, પાટણમાં 68.99 ટન, મોરબીમાં 53.70 ટન, દેવભૂમિ દ્વારકામાં 27.90 ટન, બનાસકાંઠામાં 23.50 ટન, જૂનાગઢમાં 22.60 ટન, અમદાવાદમાં 8.23 ટન, બોટાદમાં 5.30 ટન, જામનગરમાં 4.30 ટન, અમરેલીમાં 3.50 ટન, પોરબંદરમાં 2 ટન, કચ્છમાં 1 ટન, સુરેન્દ્રનગરમાં 0.80 ટન અને ભાવનગરમાં 0.05 ટન જીરાની આવક થઇ છે.

(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
