તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
રાજકોટમાં વચેટિયા મારફત મુંબઈ પીઆઇ દ્વારા લાંચ લેવાના ચકચારી મામલામાં આરોપી માટુંગા પીઆઇ દિગંબર પગાર ફરજ મોકૂફ.
ગુજરાતના એસીબી વડા ડો. શમશેર સિંઘનાં વિસ્તૃત રિપોર્ટ આધારે મુંબઈના એડિશનલ પોલીસ કમિશ્નર દ્વારા કાયૅવાહી, ગુજરાત એસીબી રિપોર્ટ આધારે અન્ય પ્રદેશનાં પીઆઇ સામે કાર્યવાહી તથા પગલું ઐતિહાસિક ઘટના

રાજકોટ :ગત તા.૦૭/૦૯/૨૦૨૪ નારોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ મુજબ જામનગર એ.સી.બી. દ્વારા રાજકોટ શહેર એ.સી.બી., પોલીસ સ્ટેશન ખાતે ગુન્હા રજીસ્ટ્રેશન નં. ૦૬/૨૦૨૪ થી રૂ.૧૦,૦૦,૦૦૦- (દસ લાખ) ની લાંચ લેવા બાબતેનો ટ્રેપ કેસ આ કામના આરોપી દિગંબર એ. પગાર, પોલીસ ઈન્સ્પેકટર, માટુંગા પોલીસ સ્ટેશન, મુંબઈનાઓ ઉપર તથા તેમના વચેટીયા જયમીન (જેવીન) નાનજીભાઇ સાવલીયા ઉપર દાખલ કરવામાં આવેલ. જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ એ.સી.બી. ગુજરાત રાજ્યના નિયામક ડો.શમશેરસિંઘનાઓએ મુંબઈ પોલીસને આ ગુન્હાની ગંભીરતા બાબતે જાણ કરેલ જે અન્વયે આરોપી દિગંબર એ. પગાર, તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર, માટુંગા પોલીસ સ્ટેશન, મુંબઈ નાઓને મુંબઈ પોલીસના એડીશ્નલ પોલીસ કમિશ્નર અનીલ પારસ્કર દ્વારા તા.૦૭/૦૯/૨૦૨૪ નારોજ ફરજ મોકુફ કરવામાં આવેલ છે.
આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઈ સરકારી અધિકારી/કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન,પ્લોટ, મકાન, ઓફીસ, દુકાન, વાહન, બેન્ક લોકર, બેન્ક એકાઉન્ટ વિગેરે) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા મની લોન્ડરીંગ અંગેના વ્યવહારોની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં. ૧૦૬૪, ફોન નં. ૦૭૯-૨૨૮૬૦૩૪૧/૪૨/૪૩, ફેક્સ નં.૦૭૯- ૨૨૮૬૯૨૨૮, ઈ-મેઈલ:[email protected], વ્હોટસએપ નં. ૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
