તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
સુરત ગણપતિ પંડાલ પથ્થરમારોઃ કિશોરે ૬ મિત્રો સાથે ટોળી બનાવેલ : બચ્ચા ગેંગ નામ આપેલ
સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સઃ ર૮ આરોપીઓ કોર્ટમાં રજૂ

સુરત, તા. ૧૦ : સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થમારો કરનારા ૨૮ આરોપીને આજે બપોરે ત્રણ વાગ્યે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે, સુરતના સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારે રાત્રે ગણેશ પંડાલ પર કેટલાક કિશોરોએ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ભડકેલી હિંસામાં તોફાની તત્ત્વોએ વાહનોમાં તોડફોડ કરી આગચંપી પણ કરી હતી. જો કે પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈને સ્થિતિ કાબુમાં લઈ લીધી હતી. સુરત પોલીસને શંકા છે કે, ગણેશ પંડાલ પર પથ્થમારો કરવામાં કોઈ સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. આ આરોપીઓનો હેતુ શાંતિ ડહોળવાનો પણ હોઈ શકે છે, જે ખૂબ જ ગંભીર ગણાય.
આ ઘટનાની તપાસ માટે પોલીસે છ ટીમ બનાવી છે. આ પૈકી એક ટીમ સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરી રહી છે. આ કેસમાં પોલીસ અન્ય એંગલથી પણ તપાસ કરી રહી છે.
સુરતના સૈયદપુરા વિસ્તારના ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારો ગેંગલીડર કિશોર છેલ્લા ત્રણ મહિનાથી મદરેસામાં જતો હતો. આヘર્યની વાત એ છે કે, આ કિશોરે સૈયદપુરા સહિત લાલગેટના ૧૦ ગણેશ પંડાલ પર રોજ પથ્થરમારો કરવાની યોજના ઘડી હતી. છેલ્લા ત્રણ મહિનાથી મદરેસામાં જઈ રહેલા આ કિશોરે અન્ય છ મિત્ર સાથે મળીને એક ગેંગ બનાવી હતી, જેને તેમણે બચ્ચા ગેંગ નામ આપ્યું હતું. આ કિશોર બે દિવસથી વરિયાવી ચા રાજાના પંડાલમાં ગણેશજીની પ્રતિમા પર શનિવારે પણ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે તે રવિવારે સફળ થયો હતો. આ દરમિયાન તેણે રવિવારે રાત્રે ફરી એકવાર પોતાની ગેંગના અન્ય પાંચ છોકરા સાથે મળીને પથ્થરમારો કર્યો હતો, જેથી આ કાવતરાનો પર્દાફાશ થયો હતો.
આ ઘટના પછી સુરત પોલીસે શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ શરૂ કરાયું છે. એટલું જ નહીં, પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ ચાલુ કરી દીધું છે. એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમના જવાનો પણ તહેનાત કરી દેવાયા છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
