તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
દીવ, દમણ, સેલવાસના ભાજપ સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે ભૂપેન્દ્રસિંહ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦ :.. રાજયના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ભાજપ નેતાગીરીએ દીવ, દમણ, દાદરાનગર હવેલી અને સેલવાસના ભાજપ સદસ્યતા અભિયાન (સંગઠન પર્વ)ના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપી છે. (તેમનો મો. ૯૯૦૯૦ ૧૮૩૦૩)
શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ભાજપના જુના અને જાણીતા આગેવાન છે. પાર્ટીમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ, પ્રદેશ મહામંત્રી, કિશાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ રાજયમાં નર્મદા નિગમના ચેરમેન, આયોજન પંચના ઉપાધ્યક્ષ તથા કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, ગૌસંવર્ધન, શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, નાગરિક પુરવઠા વગેરે વિભાગોમાં મંત્રી તરીકે રહી ચૂકયા છે.
રમત ગમત, વાંચન, યુવા પ્રવૃત્તિઓ, સમાજ સેવા, જળસંચય, જળબચત, ગ્રામપ વિકાસ બાગાયત વિકાસ અને પ્રવાસ, પર્યાવરણ બચાવ, શિક્ષણ વગેરે વિભાગોમાં મંત્રી તરીકે રહી ચૂકયા છે. યુ.એસ.એ., યુ. કે., ઇઝરાઇલ, બેલ્જિયમ, કેનેડા, સ્પેન, સ્વિડન વગેરે રાષ્ટ્રોનો પ્રવાસ કર્યો છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
