તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
ખેડાના આંત્રોલી અને ગાડવા ગામમાંથી બે યુવકોની લાશ મળી
એક લાશ બિલોદરા શેઢી નદીમાં વિસર્જન ટાણે ડૂબેલ બે પૈકી એક યુવકની હોવાનું સામે આવ્યું

ખેડા જિલ્લાના મહેમદાવાદના ગાડવામાંથી અને હૈજરાબાદ નજીક આવેલા આંત્રોલમાંથી બે યુવકોની લાશ મળી આવી હતી. જેમાં એક લાશ બિલોદરા શેઢી નદીમાં વિસર્જન ટાણે ડૂબેલ બે પૈકી એક યુવકની હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, નડિયાદના મંજીપુરા રોડ પર ગણપતિની મૂર્તિના વિસર્જન માટે સ્થાનિકો હરિઓમ આશ્રમ નજીકથી પસાર થતી નદીના કિનારે ગયા હતા. જ્યાં બે યુવકો આશાભાઈ મકવાણા અને ગણેશભાઈ મહેરીયા મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા આ સમયે ઉંડા પાણીમાં ગરકાવ થવાથી મોત થયું હતું.
આ બાદમાં ફાયરબિગ્રેડ ઘટનાસ્થળે પોહોંચી લાશની શોધખોળ હાથ ધરી હતી. પણ બંને યુવકોમાંથી એક પણ યુવકનો પત્તો લાગતો ન હતો. જે બાદ જે બાદ ગાડવા નજીકથી એક રાહદારીએ ફોન કરી નદીમાં લાશ તણાતી હોવાનું જણાવતા ટીમે સંદિપ મકવાણાની લાશને બહાર કાઢી હતી.
ઉલ્લેખનીય છે કે, બીજી એક લાશ હૈજરાબાદ નજીક આવેલ આંત્રોલીમાંથી મળી આવી હતી. જેની હદ માતર પોલીસ મથકમાં લાગે છે. લાશ સાંજ પહેલાં મળી ગઈ હોવા છતાં પોલીસની હદ મામલે મામલો ગુંચવાયો હતો અને લાશની ઓળખવિધી પોલીસ કરી શકી નહોતી.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
