તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th September 2024
અમદાવાદના વેપારીને થયો આંધળો પ્રેમ, ૨૯ લાખમાં ખંખેરાયો
મહિલાએ હનીટ્રેપમાં ફસાવીને ૨૨ લાખ રોકડ અને ગિફ્ટ પેટે ૭ લાખના દાગીના મેળવ્યા બાદ સંપર્ક તોડ્યો હતો

અમદાવાદ, તા.૮,
અમદાવાદના ખોખરામાં રહેતા આંગડિયા પેઢીના વેપારી જયેશ પટેલ ડેટિંગ એપ્લિકેશન મારફતે પશ્ચિમ બંગાળની સોનમ ચેટરજીનો સંપર્કમાં આવ્યો હતો. પ્રેમમાં અંધ થયેલા વેપારી પાસેથી મહિલા અને પ્રેમજાળના મુખ્ય સુત્રધારે અધધ ૨૯ લાખ ખંખેરી નાખ્યા
અમદાવાદના ખોખરામાં રહેતા વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. વાત શરુ થાય છે ડેટિંગ એપ્લિકેશનથી. જ્યાં બંને વચ્ચે સંપર્ક થયો અને ગળાડૂબ પ્રેમ થયો. પ્રેમમાં અંધ થયેલા વેપારી પાસેથી મહિલા અને પ્રેમજાળના મુખ્ય સુત્રધારે અધધ ૨૯ લાખ ખંખેરી નાખ્યા હતા. અમદાવાદના ખોખરામાં રહેતા આંગડિયા પેઢીના વેપારી જયેશ પટેલ. જેમની સાથે ડેટિંગ એપ્લિકેશન મારફતે પશ્ચિમ બંગાળની સોનમ ચેટરજીનો સંપર્ક થયો હતો. આ મહિલાએ હનીટ્રેપમાં ફસાવીને ૨૨ લાખ રોકડ અને ગિફ્ટ પેટે ૭ લાખના દાગીના મેળવ્યા બાદ સંપર્ક તોડ્યો હતો. જે મામલે આખરે વેપારીએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો. પોલીસ તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો છે. ગુનાહિત કાવતરું ઘડવામાં સોનમ ચેટરજી સાથે વિનોદ ગુપ્તા અને બાલેશ્વર ચેટરજી પણ સામે છે. પોલીસ ફરિયાદના આધારે સોનમ અને બાલેશ્વરની ધરપકડ થઈ ચૂકી છે. તો કાવતરાનો મુખ્ય સુત્રધાર વિનોદ ગુપ્તા હાલ ફરાર છે.
જેને પકડવા માટે પોલીસ કામે લાગી છે. જયેશ પટેલ ઓગસ્ટ ૨૦૨૨માં વિનોદ ગુપ્તાના સંપર્ક આવ્યો હતો.
વિનોદ ગુપ્તાએ સોનલ ચેટરજી સાથે સંપર્ક કરાવ્યો હતો. સંપર્ક થયા બાદ વેપારીઓએ ગોવાની ટ્રીપ પ્લાન કરી હતી. સોનમને લઈ જવા વિનોદે ૭ દિવસના ૧.૪૦ લાખ રૂપિયા આપ્યા હતા તેમજ જયેશે વિનોદને ૩૫ હજાર કમિશન પણ ચૂકવ્યું હતું. આ ટ્રીપ બાદ સોનમે નંબર બ્લોક કર્યો હતો.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
