તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th September 2024
SGVP ગુરુકુલમાં ઉજવાયેલ ગણપતિ મહોત્સવ માટીમાંથી ગણપતિ બનાવવાની સ્પર્ધા
300 વિદ્યાર્થીઓ સ્પર્ઘામાં જોડાયા માટીમાંથી 80 મૂર્તિઓ બનાવી

અમદાવાદ તા.8. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમા આજ્ઞા આપી છે કે ગણેશ ચતુર્દશીના દિવસે ગણપતિજીનું પૂજન કરવું તે પ્રમાણે SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને કુંજવિહારીદાસજી સ્વામી અને યજ્ઞવલ્લભદાસજી સ્વામીની આગેવાની નીચે SGVP ગુરુકુલમાં ભવ્ય રીતે ગણપતિ મહોત્સવ ઉજવાયો હતો.વહેલી સવારે ગણપતિજીને મોટા વાહનમાં પધરાવી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.ત્યારબાદ માટીમાંથી મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજોઇ હતી ચાર ચાર ના ગ્રુપ પાડી 300 વિદ્યાર્થાઓ માટી માંથી ગણપતિ બનાવવાની સ્પર્ધામાં જોડાયા હતા. માટીમાંથી 80 મૂર્તિઓ બનાવી હતી જેમા SGVP હોસ્ટેલ, નિરમામાં ભણતા અને SGVP હોસ્ટલમાં રહેતા વિદ્યાર્થીઓ,દર્શનમ્ સસ્કૃત મહાવિદ્યાલયમાં ભણતા ઋષિકુમારો જોડાયા હતા.
કલાત્મક મૂર્તિ બનાવનાર વિદ્યાર્થાઓને સંતોએ પુરસ્કાર સાથે અભિનંદન આપ્યા હતા-
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
