News of Friday, 6th September 2024
ગુજરાતમાં 3 વરસાદી આફતનો ખતરો : સાબરકાંઠા,ગાંધીનગર,ખેડામાં યેલો એલર્ટ અપાયું : બનાસકાંઠા,અરવલ્લી,પંચમહાલ,વડોદરામાં ભારે વરસાદની શક્યતા
ત્યારે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની શક્યતા : રાજ્યમાં સામાન્ય કરતા 52 ટકા વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ તા.૬ : ગુજરાતમાં 3 વરસાદી આફતનો ખતરો છે. સાબરકાંઠા,ગાંધીનગર,ખેડામાં યેલો એલર્ટ અપાયું છે જ્યારે બનાસકાંઠા,અરવલ્લી,પંચમહાલ,વડોદરામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે
રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર સણસણતી આગાહી સામે આવી છે. જે મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ ધમધોકાર વરસાદ વરસી શકે છે. મહીસાગર, દાહોદમાં 3 દિવસ અતિભારે વરસાદની સંભાવના છે તો અમદાવાદમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
મહીસાગર,દાહોદમાં અતિભારે વરસાદની શક્યતા
આવતીકાલે તારીખ 7 સપ્ટેમ્બરની વાત કરીએ તો સાબરકાંઠા,ગાંધીનગર,ખેડામાં યેલો એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા,અરવલ્લી,પંચમહાલ,વડોદરામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો આ તરફ છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદમાં આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની શક્યતા
મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આગાહી કરાઈ છે ત્યારે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આપને જણાવીએ કે, રાજ્યમાં સામાન્ય કરતા 52 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
