News of Friday, 6th September 2024
બેચરાજી :રૂપેણ નદી પરના કોઝવેમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ :ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું
-- બેચરાજીના કનોડા અને મોટપ ગામે રૂપેણ નદી પર બનેલા કોઝવેમાં ભારે પાણી: કારચાલકે જીવના જોખમે કોઝવે પર કાર હંકારી

મહેસાણા : વહેલી સવારથી મહેસાણાના બેચરાજીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.બેચરાજીના કનોડા અને મોટપ ગામે રૂપેણ નદી પર બનેલા કોઝવેમાં ભારે પાણી વહી રહ્યા હતા તયારે એક કારચાલકે જીવના જોખમે કોઝવે પર કાર હંકારી હતી. આ દરમિયાન કાર પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી અને કારમાં સવાર યુવકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, બેચરાજીના કનોડા ગામે પસાર થતી નદી પર બનેલા કોઝવેમાં વરસાદને લીધે ભારે પાણીનું વહેણ હતું. આ દરમિયાન એક કારચાલકે કોઝવે પરથી કાર પસાર કરવા જતાં કાર તણાઈ હતી. સ્થાનિક લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને કારમાં સવાર યુવક સહિત 3 લોકોને બહાર કાઢી તેનું રેસ્ક્યૂ કરાયું હતું.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
