<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખને નર્મદા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા

આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર ગુલાબસિંહ વસાવા ને શિક્ષણની સાથે સાથે સમાજ સેવાના વિવિધ કાર્યો કરવા બદલ સન્માનિત કરાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રી આર એન દીક્ષિત હાઇસ્કૂલ તરોપાના આચાર્ય અને નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર ગુલાબસિંહ વસાવાને અલગ અલગ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં નર્મદા રત્ન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યાં.

    ઢોલાર ગામના વતની એવા નિલેશકુમાર ગુલાબસિંહ વસાવાએ પોતાની કારકિર્દીની શરૂઆત વિજ્ઞાન શિક્ષક તરીકે ઉમલ્લા નવદુર્ગા હાઈસ્કૂલ ખાતેથી 1996માં શરૂ કરી હતી. 2006 થી તેઓ તરોપા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણની સાથે સાથે તેઓ સમાજ સેવાના વિવિધ કાર્યો પણ કરી રહ્યા છે,  શાળામાં વિજ્ઞાન મેળા ખેલ મહાકુંભ દ્વારા વિવિધ રમતો, તેમજ વિવિધ તાલીમનુ પણ આયોજન કર્યું, શાળાએ જિલ્લામાં એક મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલું છે.
   નર્મદા જિલ્લા આચાર્ય સંઘમાં પ્રમુખ પદે રહી જિલ્લાના આચાર્યોને માર્ગદર્શિત કરતા રહ્યા છે સાથે જ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દક્ષિણ ઝોનમાં મંત્રી તરીકે અને સેવા રૂરલ ઝઘડિયા ખાતે ડિરેક્ટર તરીકેના પદને શોભાયમાન કરી રહ્યા છે, આવી બધી જ બાબતોની નોંધ લઈ NMD ન્યુઝ નેટવર્ક નર્મદા દ્વારા તેમને નર્મદા રત્ન એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો હતો

(11:12 PM IST)