તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st September 2024
નિકોલી ગામમાં ભેંસો ચારવવા ગયેલ ૧૬ વર્ષીય બાળક ખાડીના પાણીમાં ડૂબી જતાં મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નિકોલી ગામમાં ભેંસો ચરાવવા ગયેલ વ્યક્તિ નો પાણીમાં પગ લપસી જતાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર રાહુલભાઈ દિનેશભાઈ વસાવા (ઉ.વ.16) (રહે નિકોલી નિશાળ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )ગામમા આવેલ ખાડી પાસે ભેંસો ચરાવતો હતો તે વખતે ભેંસો ખાડીના વહેણમાં જતા રાહુલ આ ભેંસોને હાંકવા ગયેલ તે વખતે તેનો પગ લપસી જતા ખાડીના પાણીના વહેણમાં તણાઇ જતા પાણીમાં ડુબી જવાથી તેનું મોત નિપજતાં આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
