<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

આગામી નગરપાલિકાઓની ચૂંટણી સંબંધે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકીય આગેવાનોની નિમણુકમા રાજપીપળાના માલવ બારોટની પસંદગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આગામી નગરપાલિકાઓની ચૂંટણી સંબંધે ગુજરાત પ્રદેસ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકીય આગેવાન તરીકે પસંદગીમાં રાજપીપળા ખાતે માલવ બારોટને જવાબદારી સોંપાતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા.
    પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલા પત્રમાં જણાવ્યા મુજબ રાહુલ ગાંધીએ ગુજરાતમાં સરકાર લાવવા માટેનું આહવાન કર્યું છે, ત્યારે આવનાર નગરપાલિકાઓની ચૂંટણીઓને પ્રદેસ કોંગ્રેસ અત્યંત ગંભીરતાથી લઇ રહી છે. પ્રદેશ કોંગ્રેસ આપના ઉપર મદાર રાખીને ચાલે છે, ત્યારે આપસૌએ પ્રદેસે મુકેલ વિશ્વાસને પરીપૂર્ણ કરવા માટે અથાગ પ્રયત્નો કરવાના છે. પ્રદેસ પ્રમુખ પ્રભારીઓ તેમજ પ્રદેશના આગેવાનો આપ સૌને અમદાવાદ કાર્યાલય ખાતે રહેલી શીબીરમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપનાર છે તેમ જણાવાયું છે.

(11:03 PM IST)