તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 31st August 2024
વરસાદે વિરામ લેતાં : નર્મદા જિલ્લામાં આરોગ્ય ટીમ દ્વારા થઇ રહેલી દવા છંટકાવની કામગીરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા ભારે વરસાદના વિરામ બાદ જિલ્લામા જરૂરી જગ્યાએ સાફ-સફાઈ, રોડ-રસ્તા રિપેર સહિત આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં જઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવા છંટકાવની સધન કામગીરી કરવામા આવી રહી છે. સાથો- સાથ નાગરિકોની આરોગ્યની તપાસ પણ કરવામાં આવી છે. લોકોને કોઈ પણ જાતની બીમારી કે ગામોમાં મચ્છરના ઉપદ્રવ્યો ન ફેલાય એના માટે આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. જેમાં ખાસ કરી એન્ટિલાર્વા,દવા છંટકાવ કામગીરી, બીપી ડાયાબિટીશ તપાસ, ક્લોરિન ગોળી વિતરણ અને પીવાના પાણીનું કલોરીનેશન અને ફોગિંગ કામગીરી હાથ ધરાઈ છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
