<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

વાઘોડીયામાં ૨૧ સખી મંડળની બહેનોના શૌચાલય બની ગયા છતાં સહાય ન મળતાં કલેકટરને રજૂઆત

નાંદોદ તાલુકાના વાઘોડીયા ગામની આ ઘટનામાં ૨૧ શૌચાલયના નાણાં માટે વારંવાર રજૂઆત કરવા છતાં સહાય મળતી નથી:એક શૌચાલય દીઠ રૂપિયા ૩૦૦૦ ની સહાય મળતી હોય તો કુલ ૨૧ શૌચાલયના ૬૩.૦૦૦ રૂપિયા ક્યાં ગયા..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડીયા ગામમાં સખી મંડળની બહેનોના મંજૂર થયેલા શૌચાલય બની ગયા બાદ પણ તેની સહાય ના નાણાં નહિ મળતાં બહેનોએ નર્મદા કલેકટરને રજૂઆત કરી છે
    મળતી માહિતી મુજબ સખી મંડળ ની બહેનોએ કલેકટરને કરેલી લેખિત રજૂઆત મુજબ, વાઘોડીયા ગામ ખાતે સખી મંડળની કુલ-૨૧ બહેનના શૌચાલય મંજુર થયા છે જેની જાણ અમોને તલાટી દ્વરા ફ્રેબ્રુઆરી મહિનાથી કરેલ છે અને તેમની સુચનાથી અમો એ તમામ શૌચાલય બનાવવાની કામીગીરી ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ જેમ જેમ કામ થતુ ગયુ તેમ તેમ તલાટી શૌચાલયોના તમામ ફોટા પાડી લઇ ગયા હતા,  અમારી પાસે કલર કામ પણ પણ કરાવી લીધુ આ વાતને ૩ મહિના થઇ ગયા આ કામ પુરૂ થયે છતા આજદિન સુધી શોચાલય બનાવવાની સરકારી યોજનાનાં નાણા અમોને ચૂકવવામાં આવ્યા નથી અને આ બાબતની તલાટીને જાણ કરીએ છીએ તો તેમનાં દ્વારા દર એક શૌચાલયનાં ૩૦૦૦ રૂપિયા લેખે કુલ-૨૧ શૌચાલયનાં નાણા અમારી પાસે માંગવામા આવે છે, જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમોને સરકારી યોજનાનો લાભ અપાવવા અમારી આપને નમ્ર વિનંતી છે. તેવી રજૂઆત સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવી છે

(10:53 PM IST)