તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
સોનાના ભાવમાં સામાન્ય સુધારો:ચાંદીના ભાવ સ્થિર: અમદાવાદમાં સોનુ 100 રૂપિયા સસ્તું થયું
વિશ્વ બજારમાં પણ સોનાના ભાવ ઔંસ દીઠ 3.20 ડોલર એટલે કે 0.12 ટકા ઉછળી 2,557.10 રહ્યા, ચાંદી 29.93 ડોલર રહી

અમદાવાદ :સ્થાનિક જ્વેલર્સ તરફથી નવેસરથી માંગ નિકળતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવમાં સામાન્ય સુધારો થયો હતો, જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 100 વધી રૂપિયા 74,250 રહ્યા હતા. જ્યારે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 87,200 રહ્યા હતા.
વિશ્વ બજારમાં પણ સોનાના ભાવ ઔંસ દીઠ 3.20 ડોલર એટલે કે 0.12 ટકા ઉછળી 2,557.10 રહ્યા હતા. જ્યારે ચાંદી 29.93 ડોલર રહી હતી.
યુએસ ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ દરમાં ઘટાડો કરે તેવા આશાવાદ તેમ જ ભૂ-રાજકીય ચિંતા વચ્ચે સોનાની કિંમતમાં ઉછાળો નોંધાયો છે. બીજી બાજુ અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં એકંદરે સ્થિર વલણ જોવા મળ્યું હતું.
અમદાવાદ ખાતે સોનુ (99.9) 74,200થી રૂપિયા 100 વધી રૂપિયા 72,300 રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 74,100થી રૂપિયા 100 ગગડી રૂપિયા 74,000 રહ્યું છે. ચાંદીનો કિલો દીઠ રૂપિયા 86,000 પર સ્થિર રહ્યો છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
