<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

લોકોનાં પ્રશ્‍ને અનુપમસિંહ ગેહલોતની સનસનાટીભરી જાહેરાતનો પડઘો.. જવાબદારોએ દિલગીરી વ્‍યકત કરી, દરેક બેઠકમાં અધિકારીઓ આવશે તેવી ખાત્રી આપી

હાઇવે પર ખાડાને કારણે કોઇ નાગરિકનું મૃત્‍યુ થયે, જવાબદાર અધિકારી સામે એફઆઇઆરમાં પ્રથમ આરોપી બનાવવાની સુરત સીપીની ખળભળાટ મચાવતા નિવેદનનાં વાયરલ ન્‍યુઝની ભીતરી કથા : સુરતનાં હજીરા વિસ્‍તારને વિકસાવવા રાજય સરકાર સતત ઝઝુમી રહી છે, ત્‍યારે મોતના ખાડાનાં પ્રશ્‍નની અગત્‍યની બેઠકમાં જવાબદાર અઘિકારીઓ ઉપસ્‍થિત રહેવાના બદલે ક્‍લાર્ક લેવલનાં સ્‍ટાફ આવતા પોલીસ કમિશનર નારાજ થયા હતા

રાજકોટ તા.૩૦: હાઇવે પર ખાડાને લીધે કોઈ નાગરિકનું મોત થયું તો હું હાઈવે ઓથોરિટીનાં જવાબદાર અધિકારીને પ્રથમ આરોપી બનાવી  દઈશ તેવા આખા ગુજરાતમાં વાયરલ બનેલ અને લોકોમાં જેની ખૂબ પ્રસંશા થાય છે.તેવા નિવેદન અંગે લોકો સાથે રાજય સરકાર પણ લોકોના હિતમાં આવા કડક આદેશથી સુરત સીપી પર ખૂબ પ્રસન્ન છે, જવાબદાર તંત્રની આવી બેદરકારીને કારણે સરકારની લોકો ટિક્કા કરે છે. તો ચાલો આખી બાબત અંગે વિસ્‍તૃત રીતે લોકો જે જાણવા માંગે છે તે જાણીએ.

આર્થિક રાજધાની સુરતમાં ખૂબ ઉદ્યોગ, વ્‍યાપાર વિકસે અને વધુને વધુ લોકોને રોજગારી મળે તેવું રાજય સરકારનું વલણ હોવાથી સમગ્ર તંત્રને તેમના પ્રશ્નો ઉકેલવા આદેશ આપ્‍યા છે.         

સુરત સીપી અનુપમસિંહ ગેહલોત લોક પ્રશ્ને તેમના સ્‍વભાવ મુજબ ખૂબ રસ લેવા સાથે લોકોની સમસ્‍યા શાંતિથી સાંભળતા હોવાથી તેમની પાસે લોકો રજૂઆત કરવા મોટી સંખ્‍યામાં આવે છે. સુરતનો હજીરા વિસ્‍તાર ખૂબ વિકસી રહ્યો છે, અને રાજય સરકાર પણ વિકાસમાં ખુબ રસ દાખવે છે.

આવા વિકસિત વિસ્‍તારમાં અકસ્‍માતનું પ્રમાણ વધવા લાગતા પોલીસ કમિશનર દ્વારા આ બાબતે કારણો રજૂ તાકીદે રિપોર્ટ માંગ્‍યો, આ રિપોર્ટમાં આ રોડ પર મોટા ખાડા મોતનું કારણ વિશેષ હોવાનું બહાર આવતા આ સિનિયર આઇપીએસ દ્વારા ટ્રાફિક બ્રાન્‍ચ વડા , મ્‍યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને જેમની વિશેષ જવાબદારી છે તેવા હાઇવે ઓથોરિટી નાં જવાબદાર અધિકારીઓની બેઠક યોજી અકસ્‍માત અટકાવવા અને લોકોના મૃત્‍યુ થતાં અટકાવવા ગંભીર પ્રયાસ શરૂ કર્યા, હાઈવે ઓથોરિટીએ આ બેઠકને જાણે હળવાસથી લેતા હોય તેમ જવાબદાર અધિકારીને બદલે ક્‍લાર્ક લેવલનાં કર્મચારી ભાઈને મોકલી દીધા, આવું બનવા લાગતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં ધ્‍યાને આ બાબત આવતા ખૂબ નારાજી ફેલાયેલ, લોકોના આવા જીવન મરણ જેવા પ્રશ્ને હાઈવે ઓથોરિટીનાં  આવા વલણથી નારાજ થયા, અને બેઠકમાં જ જાહેરાત કરી કે હાઇવે પર ખાડાને કારણે કોઈ લોકોના મૃત્‍યુ થયા તો હવેથી હાઈવે ઓથોરીટીના જવાબદાર અધિકારીઓ સામે ગુન્‍હો દાખલ કરી એફઆઇઆરમાં તેનું નામ દાખલ કરવામાં આવશે, હાઈવે ઓથોરિટી નાં જવાબદાર અધિકારીઓ ને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં નિર્ણયની જાણ થવા સાથે લોકોના પ્રશ્ને કેવા સ્‍ટ્રીક હોવાની જાણ થતાં જવાબદારો તુરંત સીપી પાસે પહોંચી,જવાબદાર અધિકારી બેઠકમાં હાજર રહેશે તેવી ખાત્રી આપી દિલગીરી વ્‍યકત કર્યાનું સૂત્રો જણાવે છે, આમ આવો ચમત્‍કાર થયો છે.

(3:52 PM IST)