News of Friday, 30th August 2024
શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મુરતીયા પસંદ કરવા ધમધમાટ
શૈક્ષણીક સંઘો-જુથવાઇઝ ઉમેદવારો માટે લોબીંગ ગુજરાત સ્વર્નિભર શાળા સંચાલક મહામંડળની પાર્લામેન્ટરી બેઠક મળી રવિવારે બે ઉમેદવાર જાહેર કરશે

રાજકોટ તા. ૩૦ :.. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મલાઇદાર અને વગદાર ગણાતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું સભ્ય પદ છે. ગુજરાત શિક્ષણ બોર્ડના ૯ સભ્યોની ચૂંટણી માટે શૈક્ષણીક વર્તુળોમાં ભારે ગરમાવો આવ્યો છે. શિક્ષણ બોર્ડના દરેક સંવર્ગના ઉમેદવારો નકકી કરવા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
તા. ૩૧ ઓગષ્ટ સુધી ઉમેદવારી પત્ર મળવાના હોવાથી હજુ સુધી ઉમેદવાર સત્તાવાર શૈક્ષણીક સંઘોએ જાહેર કર્યા નથી. સંભવત કાલ સાંજ સુધીમાં ઉમેદવારો જાહેર થઇ શકે છે.
તમામ સંવર્ગમાં ઉમેદવારોની પસંદગીને લઇને ભારે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.
આજે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાના અધ્યક્ષસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં ૧ર સભ્યો ઓનલાઇન જોડાયા હતાં. જિલ્લાવાઇઝ સંભવીત ઉમેદવારોની ચર્ચા કરીને આવતીકાલે ઉમેદવાર નકકી થશે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વાલી સંવર્ગ અને શાળા સંચાલક સંવર્ગની બેઠક ઉપર ચૂંટણી લડવાનું નકકી કર્યુ છે. ઉમેદવાર પસંદ કરવાની સત્તા પ્રમુખ ભરતભાઇ ગાજીપરા અને શ્રી મનહરભાઇ રાઠોડને સોંપવામાં આવી છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
