<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઈકબાલગઢ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત: યુવકનું મોત

ડીસાના બે યુવકે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી પરત આવતા હતા ત્યારે ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

    ફોટોપાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઈકબાલગઢ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસાના બે યુવકે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી પરત આવતા હતા તે સમયે ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 મળતી માહિતી મુજબ, ડીસા રેલવે સ્ટેશન રોડ માયાનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર દરબાર અને તેમનો મિત્ર રમેશભાઈ વિશ્નોઇ એક્ટિવા લઇ વિશ્વેશ્વર મહાદેવના દર્શને ગયા હતા. ત્યાંથી રાત્રીના સમયે પરત આવી રહ્યા હતા. ત્યારે ઇકબાલગઢ નજીક અજાણ્યા ટ્રક ચાલકે એક્ટિવાની ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માતમાં બંનેને ગંભીર ઈજા થતાં 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ ગંભીર હાલત થતાં વધુ સારવાર માટે નરેન્દ્રને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અંતે સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(1:00 PM IST)