<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

રાજ્યના રસ્તાઓ અને બ્રિજને અંદાજિત 5 હજાર કરોડથી વધુના નુકસાનનો અંદાજ:13 હજારથી વધુ લોકોનુ સ્થળાંતર

છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનારાધાર વરસાદને પગલે રાજ્યમાં અનેક સ્થળોએ પારાવાર ખાનખરાબી સર્જાઈ

અમદાવાદ : ગુજરાતમાં વરસાદી આફતને કારણે મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ છે. અનારાધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે સંખ્યાબંધ લોકો બેઘર બન્યા છે. અનેક લોકોનું NDRF, SDRF દ્વારા રેસક્યુ કરવામાં આવ્યુ છઠે. રાજ્યમાં અત્યાર સુધી પૂરથી પ્રભાવિત 13 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાઈ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1785 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. 

  પ્રાપ્ત વિગતો અનુસાર એક અંદાજ મુજબ અવિરત વરસાદને કારણે રાજ્યના માર્ગ અને બ્રિજને 5 હજાર કરોડથી વધુનું નુકસાન પહોંચ્યુ છે. એકલા અમદાવાદ શહેરમાં જ 19 હજારથી વધુ સ્થળોએ રસ્તાઓ ખાડાગ્રસ્ત બન્યા છે. ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ઓવરબ્રિજ, અંડર બ્રિજ સહિતનાનું ધોવાણ થયુ છે. આ માર્ગોની મરામત માટે અંદાજિત પ5 હજાર કરોડથી વધુના ખર્ચનો પ્રાથમિક અંદાજ છે.

  વડોદરામાં આવેલા વિનાશક પૂરને કારણે 10 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આશરે 300 થી વધુ મગરો વસવાટ કરે છે. જેના પગલે શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા મગરો પણ શહેરની સોસાયટીમાં આવી જતા શહેરીજનોની આફતમાં વધારો થયો છે. 

  પૂરના કારણે પરેશાન નાગરિકોને મગરના કારણે ઘરોમાં પૂરાઈ રહેવા મજબુર બન્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પૂરાયેલા લોકોને જમવાનું તો છોડો પીવાના પાણીની પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે.

(12:57 PM IST)