<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ધોધમાર વરસાદમાં રાજપીપળા નવા ફળિયા વાઘરીવાડમાં વર્ષોની સમસ્યાનો અંત : ઘરો માં પાણી નહિ ભરાતા રાહત

ગત વર્ષે પાલિકામાં કુલદીપસિંહ ગોહિલે પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું હતું તે સમયે અલગ ગટર લાઇન કરાવતા આ ચોમાસામાં કોઈ ઘરમાં પાણી નથી ભરાયાં

( ભરત શાહ દ્વારા)  રાજપીપળા:રાજપીપળા નગરપાલિકામાં પાછલા વર્ષો માં જ્યારે કુલદીપસિંહ ગોહિલે પ્રમુખ પદ સંભાળ્યું હતું ત્યારે ઘણા વિકાસ ના કામો કર્યા અને વર્ષો જૂની સમસ્યાઓ નો પણ અનેક વિસ્તારોમાં અંત લાવ્યા હતા, જેમાં વાત કરીએ તો નવા ફળિયા વાઘરી વાડ, દશા માતા મંદિર પાછળ આવેલા વિસ્તાર માં ઘણા વર્ષો થી ગટરની સમસ્યાના કારણે ચોમાસામાં દરેક ઘરો માં છત સુઘીના પાણી ભરાઈ જતાં જતાં અને ઘરોમાં રહેતા લોકો વાસણો દ્વારા પાણી ઉલેચી બહાર કાઢતા હતા, વર્ષોથી આ ગંભીર સમસ્યા માટે કોઈએ કંઈ કર્યું ન હતું પરંતુ પ્રમુખ તરીકે કુલદીપસિંહ ગોહિલે બાજી સંભાળી ત્યારે આ સ્થિતિ જોઈ તેમણે તાત્કાલિક અલગ ગટર લાઇન બનાવડાવી અને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય એ રીતે યોગ્ય કામગીરી કરાવતા આખરે હાલ આ ચોમાસામાં ધોધમાર વરસાદમાં પણ આ વિસ્તાર ના ઘરો ની આજુબાજુ તો વરસાદી પાણી ફરતું જોવા મળે છે, પરંતુ ઘરોની અંદર જતું પાણી અટકી ગયું અને અલગ ગટર માં ઝડપી પાણી વહી જતા એકપણ ઘરમાં પાણી ભરાયુ નથી. આમ યુવા માજી પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલની સૂઝબૂઝ અને લોક લાગણી ના કારણે વર્ષો જૂની આ સમસ્યા માંથી સ્થાનિકો ને રાહત મળતા સ્થાનિકો ખુશ જોવા મળ્યા હતા

(10:00 PM IST)