તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
સ્વાઈન ફ્લૂનો વધતો ખતરો: રાજ્યમાં સાત મહિનામાં 1093 કેસ નોંધાયા: 28 દર્દીઓને બીમારી ભરખી ગઈ
ગુજરાત ઉપરાંત કેરળ, રાજસ્થાન અને હરિયાણા સહિત દેશના 12 રાજ્યોમાં સ્વાઈન ફ્લૂની સૌથી વધારે અસર

અમદાવાદ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ જીવલેણ બીમારી બની રહી છે. છેલ્લા 7 મહિનામાં રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂના 1 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 28 લોકોને આ જીવલેણ બીમારી ભરખી ગઈ છે.
નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા રિસર્ચ બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને સોંપવામાં આવ્યો છે. સ્વાઈન ફ્લૂ અંગે જારી કરવામાં આવેલા સરકારી રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. આ રિપોર્ટ અનુસાર, ગુજરાત ઉપરાંત કેરળ, રાજસ્થાન અને હરિયાણા સહિત દેશના 12 રાજ્યોમાં સ્વાઈન ફ્લૂની સૌથી વધારે અસર જોવા મળી રહી છે.
જેમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ 1731 કેસ સાથે કેરળ સૌથી ટોચ પર છે. જ્યારે 1637 કેસ સાથે દિલ્હી બીજા અને 1093 કેસ સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે. આ સિવાય રાજસ્થાન 1014 સ્વાઈન ફ્લૂના કેસ સાથે રાજસ્થાન ચોથા અને 945 કેસ સાથે મહારાષ્ટ્ર પાંચમા ક્રમે છે. આમ છેલ્લા 7 મહિનામાં સમગ્ર દેશમાં સ્વાઈન ફ્લૂના કુલ 9473 કેસ નોંધાયા છે, જ્યારે 178 દર્દીઓ મોતને ભેટ્યા છે.
હવે જો ગત વર્ષના આંકડા જોઈએ તો, જુલાઈ-2023 સુધીમાં દેશમાં સ્વાઈન ફ્લૂના 8125 કેસ અને 129ના મોત થયા હતા. જ્યારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના આંકડા જોઈએ તો, 2019માં 48444 કેસ સામે 151ના મોત, 2020માં 55 કેસ અને 2ના મોત, 2021માં 33 કેસ અને 2ના મોત, 2022માં 2174 કેસ સામે 71ના મોત તેમજ 2023માં સ્વાઈન ફ્લૂના 212 કેસ નોંધાયા હતા. જે પૈકી 3 દર્દીએ જીવ ગુમાવ્યો હતો.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
