News of Sunday, 25th August 2024
જન્માષ્ટમીએ મેઘરાજા રમઝટ બોલાવશે:અમરેલી, ભાવનગરમાં અતિભારે અને અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા
કાલે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં અતિથી અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ

અમદાવાદ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી અને વલસાડમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં અતિથી અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
આજે 25 ઓગસ્ટના રોજ, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી અને વલસાડમાં અતિથી અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. તેમજ કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.
26 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, બાટોદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
27 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, પાણટ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલાસડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.
28 ઓગસ્ટના રોજ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ આણંદમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે.
29 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
30 ઓગસ્ટના રોજ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
31 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની શકક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
