<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

મોટા રાયપુરા ગામની સીમના ખેતરમાંથી રૂ.42,000ના 120 મણ કેળાના લુમની ચોરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નાંદોદ તાલુકાના મોટા રાયપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી કેળાના તૈયાર લૂમો ની કોઈ ચોરી કરી લઈ જતા ખેડૂતો રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ કરી છે
   પ્રાપ્ત વિગતો અનુસાર મેહુલકુમાર ગણપતસિંહ રાઉલજી(રહે.ગોપાલપુરા, વૃંદાવન ફળીયું તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમની મોટા રાયપુરા ગામની સીમમાં ખેતી લાયક જમીન આવેલ છે જેમાં કેળાનો પાક કરેલ હોય જે કેળાનો પાક તૈયાર થયેલ જે ખેતરમાંથી તૈયાર થયેલ કેળાના આશરે ૮૦ જેટલા લુમ જેનું વજન આશરે ૧૨૦ મણ જેટલું થતુ હોય જેની બજાર કિંમત રૂ.૪૨,૦૦૦- થતી હોય જે કેળાના લુમોને કોઇ અજાણ્યા ચોર ચોરી કરી લઇ જઇ ગુનો કરતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:16 AM IST)