તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
નર્મદા જિલ્લામાં તા.૨૩ ઓગષ્ટથી તા. ૨૪ મી ઓગષ્ટ સુધીમાં 07 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો
જિલ્લામાં શનિવારે સવારે ૬ કલાક સુધીમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં 03 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં તા.૨૪ મી ઓગષ્ટ, ૨૦૨૪ ને શનિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડિયાપાડા તાલુકામાં 02 ઇંચ, સાગબારા તાલુકામાં 03 ઇંચ, ગરૂડેશ્વર તાલુકામાં 01 ઇંચ, નાંદોદ તાલુકામાં ૦૮ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં 01 ઇંચ વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં 07 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૧૦૧૦ મિ.મિ. દેડિયાપાડા તાલુકામાં ૯૪૫ મિ.મિ. તિલકવાડા તાલુકામાં ૯૨૪ મિ.મિ. ગરૂડેશ્વર તાલુકામાં ૬૨૮ મિ.મિ. નાંદોદ તાલુકો ૯૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૪૪૨૩ મિ.મિ.વરસાદ નોંધાયો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૩૫.૦૩ મીટર, કરજણ ડેમ ૧૦૯.૬૫ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૫ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૭.૫૦ મીટરની સપાટી, રહેવા પામી હોવાનું જાણવા મળ્યું છે
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
