News of Sunday, 25th August 2024
નકલીની પરંપરા યથાવત : સુરતમાં નકલી IPS અધિકારી બાદ હવે ઝડપાયો નકલી CID ઓફિસર
સિંગણપોર પોલીસે પાટણ ખાતેથી પોતાને નકલી CID ઓફિસર ગણાવતા તરુણ ભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી

સુરત :થોડા દિવસ પહેલા સુરતમાંથી નકલી આઇપીએસ ઓફિસ ઝડપાયો હતો ત્યારે આજે ફરી નકલી સીઆઇડી અધિકારી ઝડપાયો છે. સુરતની સિંગણપોર પોલીસ સ્ટેશને પોતાની જાતને સીઆઇડી ઓફિસર ગણાવતા એક અધિકારીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સિંગણપોર પોલીસે પાટણ ખાતેથી પોતાને નકલી CID ઓફિસર ગણાવતા તરુણ ભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તરુણ ભટ્ટ સિંગણપોરમાં રહેતી એક મહિલાની રેકી કરતો હતો અને મહિલાની પાછળ પાછળ ફરીને તેના ફોટા પાડી લેતો હતો. આથી મહિલાએ આ અંગે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ પોતે CID ઓફિસર હોવાની ઓળખ આપી હતી.
પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે કે કોઇ એક ખાનગી એજન્સી દ્વારા જાસૂસી કરવામાં આવી રહી હતી. આરોપી આ સેન્ટર ચલાવવા માટે અજય રાય માટે કામ કરતો હતો અને તે બદલ તેને દિવસના લેખે પૈસા મળતા હતા અને આથી તે મહિલાની પાછળ જઈને તેના ફોટા પડતો હતો. જઓ કે પોલીસ તપાસમાં આરોપી તરુણ ભટ્ટનો ગુનાહી ઇતિહાસ હોવાની વિગતો પણ સામે આવી છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
