<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

GMERS મેડિકલ કોલેજો બાદ ખાનગી મેડિકલ કોલેજોની પણ ફીમાં વધારો કરાયો : વાલીઓમાં ભારે નારાજગી

FRCએ મેડિકલ કોલેજોને સરકારી બેઠકમાં 10 હજારથી 2.44 લાખ રૂપિયા સુધીનો વધારો આપ્યો

અમદાવાદ : GMERS કોલેજની ફીમાં વધારા બાદ હવે FRC મેડિકલ દ્વારા રાજ્યની ખાનગી મેડિકલ કોલેજની ફી જાહેર કરી છે. ખાનગી મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ખાનગી મેડિકલ કોલેજની વર્ષ 2024-25 માટેની ફી જાહેર કરવામાં આવી છે. FRCએ મેડિકલ કોલેજોને સરકારી બેઠકમાં 10 હજારથી 2.44 લાખ રૂપિયા સુધીનો વધારો આપ્યો છે,આ ફી વધારા સામે વાલીઓમાં વિરોધના સુર ઉઠ્યા છે

   જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકમાં 24 હજારથી 5.25 લાખ રૂપિયા સુધીનો ફી વધારો આપ્યો છે. જેમાં ગવર્મેન્ટ કોલેજની બેઠકમાં સી. યુ શાહ મેડિકલ કોલેજને સૌથી વધુ 2.44 લાખનો વધારો આપવામાં આવ્યો છે, જ્યારે કે મેનેજમેન્ટ ક્વોટાની બેઠક માટે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચને 5.14 લાખ રૂપિયાનો ફી વધારો આપવામાં આવ્યો છે. 

  ફી વધારો થતાં ગવર્મેન્ટ બેઠકમાં પારુલ યુનિવર્સિટીની સૌથી વધુ ફી 10 લાખ છે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની સૌથી વધુ ફી 23 લાખ થઇ છે.


 

(9:00 PM IST)