<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

રાજ્યમાં મેઘમહેર: ડેમ ઓવરફ્લો, ક્યાંક કાર તણાઇ, સુંધા માતાના મંદિરે મુશળધાર વરસાદ : પર્વત પરથી પાણીનો ધસમસતો પ્રવાહ

મહુવન નદીનો ચેક ડેમ ઓવરફ્લો ;હડફ ડેમની જળસપાટી 165.70 મીટરે પહોંચી.: પાનમ ડેમમાં 2350 ક્યુસેક પાણીની આવક વાંકી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ ગઇ

અમદાવાદ : રાજ્યમાં શ્રાવણ મહિનો વિદાય લે તે પહેલા મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ઉપરવાસમાંથી પાણીની સતત આવકથી ધરોઇ ડેમમાં 8,000 ક્યુસેક જેટલી નવા નીરની આવક થઇ છે. જિલ્લાના શામળાજી, દૂધલી ગુંદેલ, ઊંચી ધનાલ ગામે તથા ચાડા, મટોડા, રાધિવાડ, ખેરોજ, આગિયા ગામે વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે

   સુરતના ઉમરપાડા તાલુકાના પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.. કેવડી ગામ પાસે આવેલ મહુવન નદીનો ચેક ડેમ ઓવરફ્લો થયો છે.. નદીનો ચેકડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા.બારડોલીમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ચારે તરફ પાણી-પાણી થઇ ગયું હતું.

  સારા વરસાદને પગલે પાનમ ડેમમાં 2350 ક્યુસેક પાણીની આવક થઇ છે.. હડફ ડેમમાં 550 ક્યુસેક પાણીની આવક થઇ છે.. હડફ ડેમની જળસપાટી 165.70 મીટરે પહોંચી. રૂલ લેવલ સપાટી 165.71 મીટર જાળવી રાખવા 1 દરવાજો અડધો ફૂટ ખોલાયો. ડેમમાંથી 671 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું જેથી આસપાસના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે.

આ તરફ રાજસ્થાન-બનાસકાંઠાની સરહદ પર આવેલા સુંધામાતા તીર્થધામમાં મુશળધાર વરસાદ વરસ્યો.ભારે વરસાદને પગલે પર્વત પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદને પગલે ટેકરી પર મંદિર સુધી જવાનો રસ્તો જળમગ્ન થયો હતો મંદિરના પગથિયા પરથી વહેતા પાણીના પ્રવાહે નદીનું સ્વરૂપ ધારણ કર્યુ.. તો વિસ્તારમાં આવેલા જળાશયોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે..

  વલસાડના કાંજણરોણછોડ ગામે અનરાધાર વરસાદ વરસ્યો.. જેને કારણે ગામની વાંકી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો... જો કે પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવા એક કારચાલકે પ્રયાસ કર્યો હતો... જોકે નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ ગઇ હતી... સ્થાનિકોએ એકત્ર થઇ તાત્કાલિક કારચાલકનું રેસ્ક્યૂ કર્યુ.. કારને પણ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો... જો કે પાણીના વધારે પ્રવાહના કારણે કાર નદીના પ્રવાહમાં વહી ગઈ હતી..

(7:18 PM IST)