તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
૩૦ થી ૪ સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં અલભ્ય ચિત્રોનો શો
આઇપીએસ અજય ચૌધરી સહિત ૨૫ જેટલા દેશ વિદેશમાં જાણીતાં આર્ટીસ્ટોનાં અદભુત ચિત્રોનો લાભ નરેન્દ્રભાઇ પટેલ અને ટીમ દ્વારા અનેરૃં આયોજન, લાભ લેવા અપીલ

રાજકોટ તા. ૨૪: ગુજરાત અને મહારાષ્ટ્નાં દેશ વિદેશમાં જાણીતા ૨૫ જેટલા કલાકારોના ગુજરાતમાં સહુ પ્રથમ વખત કહી શકાય તેવા કલેકટીવ કેનવાસનાં અદભુત કલેકશન ચિત્રોનાં ભવ્ય શો તારીખ ૩૦ મીથી ૩ સપ્ટેમ્બર સુધી આયોજન થયાનું ઇવેન્ટ ઓર્ગેનાયઝર ટીમના નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે.
૨૯ મીએ પ્રિવ્યું શો યોજ્યા પછી ૩૦ મિથી રેગ્યુલર કલા પ્રેમી લોકોને આ લાભ મળશે. ઝાયડેક્ષ કેડીલા સામે આવેલ બંગલો, ઇસ્કોન ક્રોસ રોડ, સેટેલાઇટ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યાનું નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે. આયોજક ટીમમાં રાજવીરસિઘ, શિવાની વાધેલા ટીમ સફળતા માટે કાર્યરત છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
