<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ ખાબક્યો: વડગામ, નડિયાદ અને મેઘરજમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો

3 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 11 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, 28 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 64 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ વરસાદ વડગામમાં 4.4 ઈંચ વરસ્યો છે. આ સાથે જ નડિયાદ અને મેઘરજમાં પણ 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જાણો અન્ય ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 3 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 11 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, 28 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 64 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે જ 89 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

(1:55 PM IST)