<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

મહેસાણામાં સચરાચર મેઘસવારીથી ખેડૂતો ખુશ : કપાસ એરંડા સહિતના પાકને જીવતદાન મળ્યું

કડી, મહેસાણા, બહુચરાજી, ઊંઝા સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ

મહેસાણામાં ધીમીધારે વરસાદ શરૂ છે. મોડે મોડે પણ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. લાંબા સમય પછી વરસાદ વરસતા કપાસ, એરંડા સહિતના પાકને જીવનદાન મળ્યું હતું. મહેસાણા જિલ્લાના કડી, મહેસાણા, બહુચરાજી, ઊંઝા સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

(1:00 PM IST)