તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
વડોદરામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:અનેક વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી
માંજલપુર, તરસાલી, વાઘોડિયા, સમા, દાંડિયા બજાર, અલકાપુરી, વાસણા, ભાયલી, ગોરવા સહીત અનેક વિસ્તારોમાં વરસાદ

વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે વડોદરા જિલ્લાના કરજણ, પાદરા, શિનોર, વાઘોડિયા, સાવલી, ડેસર, ડભોઇમાં પણ વરસાદ વરસતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ વડોદરા શહેરમાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. શહેરના માંજલપુર, તરસાલી, વાઘોડિયા, સમા, દાંડિયા બજાર, અલકાપુરી, વાસણા, ભાયલી, ગોરવા સહીત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
