News of Saturday, 24th August 2024
સરદાર સરોવર નર્મદા ડેમમાં ધીંગી આવક, નર્મદા ડેમની જળસપાટી 135 મીટરને પાર પહોંચી
જળસ્તર જાળવી રાખવા ડેમના 9 દરવાજા ખોલાયા: 64 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે.

અમદાવાદ : સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. નર્મદા ડેમની જળસપાટી 135 મીટરને પાર પહોંચી છે. જળસ્તર જાળવી રાખવા ડેમના 9 દરવાજા ખોલાયા છે.
સવારે 6 થી 9 વાગ્યા સુધી ડેમની સપાટી 135.02 મીટર રહી હતી અને 9 વાગ્યા બાદ 135 મીટર પર સ્થિર રહી છે. ડેમના રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન બંધ કરવામાં આવ્યાં છે પણ દરવાજાઓ ખોલી 64 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
