<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક વરસાદ : સવારથી જ મેઘરાજા મહેરબાન

નવસારી ગણદેવી ચીખલી ખેરગામ જલાલપોર, વાંસદા તાલુકામાં વરસાદ : ખેડૂતોમાં ખુશીનો માહોલ

નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના નવસારી ગણદેવી ચીખલી ખેરગામ જલાલપોર, વાંસદા તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. 

  નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સવારે 6 થી 8 દરમ્યાન એક ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ શ્રાવણ માસમાં વરસેલો વરસાદ ડાંગર પાક માટે લાભદાયી છે. વરસાદને પગલે ગરમી અને ઉકળાટથી છુટકારો મળ્યો છે

(11:43 AM IST)