તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
અમદાવાદમાં વહેલી સવારથી પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો :અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
જીવરાજ પાર્ક, વેજલપુર, જોધપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ :જગતપુર અને SG હાઈવે, સિંધુ ભવન વિસ્તારમાં ધોધમાર વરસાદ : ખોખરા વિસ્તારમાં પાણી ભરાયા :ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ. અમદાવાદના જીવરાજ પાર્ક, વેજલપુર, જોધપુર સહિતના વિસ્તારમાં ધમધોકાર વરસાદ વરસ્યો. બીજી તરફ ગોતા, જગતપુર અને SG હાઈવે, સિંધુ ભવન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાણીપ, ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં આજે અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
વરસાદને કારને અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઇ છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હલકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા.
ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેથી આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.જેથી ત્યાંના રહેવાસીઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે જે તસ્વીરમાં દેખાય છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
