<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજપીપળામાં ઠેર ઠેર ભ્રષ્ટાચારના ભૂવા : વાહન ચાલકોના અકસ્માતની ઘટનામાં વધારો

શહેરના મુખ્ય માર્ગ પર પડેલા ભૂવાઓમાં પાલિકાએ પુરાણ કર્યું કે વેઠ ઉતારી...? પુરાણમાં છારુ નાખતા ઉબડ ખાબડ રોડ પર લોકો અકસ્માતનો ભોગ બને છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેરમાં ચોમાસાની સીઝનમાં ઠેર ઠેર ભૂવા પડતાં લોકો હેરાન થઈ રહ્યા છે, ભ્રષ્ટાચારના આ ભૂવામાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પુરાણ નહિ કરાતા દરરોજ અકસ્માત થઈ રહ્યા છે અને ટુ વ્હીલ વાહન ચાલકોને ઇજા અને ફેક્ચર થતા તકલીફ માં મુકાઈ છે

    સરકાર દ્વારા રાજપીપળા શહેરમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામો માટે આવે છે પરંતુ તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હશે જેથી ઘણા વિકાસના કામોમાં વેઠ ઉતારવામાં આવે છે, ખાસ કરીને વાત કરીએ તો શહેર ના મુખ્ય માર્ગ સહિત નાના મોટા માર્ગો પર ઠેર ઠેર ખાડા પડ્યા છે પાલિકા દ્વારા તેમાં પુરાણ કરાઈ છે પરંતુ જાણે વેઠ ઉતારતા હોય એમ ખાડા માં છારુ એ રીતે પુરાઈ છે કે ત્યાં ઉબડ ખાબડ રસ્તો બની જાય છે, કોઈજ લેવલ વિના છારું નાખી પાલિકાના કમૅચારીઓ ચાલ્યા જાય છે અને લોકોના વાહનોથી જો આ પુરાણ દબાઈ જાય તો ઠીક નહિ તો ત્યાં ટેકરા જેવી સ્થિતિ થતા ટુ વ્હીલ વાહનો અવાર નવાર ગબડતા ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિને ઈજાઓ થવાની ઘટના દરરોજ જોવા મળે છે જેમાં ઇજાગ્રસ્તો ને ફેક્ચર પણ થાય છે.માટે ચોમાસામાં શહેરમાં પડેલા ખાડાઓમાં યોગ્ય પુરાણ કરી તેના પર જેસીબી ફેરવી લેવલ કરાઈ તો અકસ્માત થતા અટકી શકે છે.

(12:26 AM IST)