<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તા મુદ્દે ગ્રામજનોએ સાંસદ મનસુખભાઈ વસાવાની મુલાકાત લીધી

જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુર્નવાસનમાં સરકાર તરફથી તેમને યોગ્ય વળતર મળે તેવી ગ્રામજનોએ સાંસદને રજૂઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો કોરિડોર બનાવવાની યોજના રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ રસ્તો બનાવવા માટે જે પણ જમીનનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે, તે ગામના લોકો સાંસદ મનસુખભાઈ  વસાવાને  મળવા માટે આવ્યા હતા, જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુર્નવાસનમાં સરકાર તરફથી તેમને યોગ્ય વળતર મળે તે માટે ગ્રામજનોએ રજૂઆત કરી અને સાંસદે આ મુદ્દે ઉપર રજૂઆત કરશે તેવું જણાવ્યું
   મળવા આવેલા ગ્રામજનોની એવી પણ રજૂઆત છે કે આ રસ્તો પાટી તથા રોઝદેવ, સીમઆમલી, ચિત્રાકેવડી, કોડબામાં રહેણાંક મકાનોને અસર થતી હોય તથા ગામનાં વચ્ચે વચ્ચ થી પસાર થતો હોઈ રાજ્ય સરકારને ખર્ચ વધુ ભોગવવામાં આવતો હોય આ રસ્તો તાલુકા પાટલામાહુથી સાગબારાને જોડતા રાજ્ય ધોરમાર્ગ પરથી કાઢવામાં આવે.
    જિલ્લા પંચાયત, રાજપીપળા ખાતે આજે સાગબારા તાલુકાનાં રોઝદેવ, દતવાડા, નવીફળી વગેરે ગામના લોકો સાથે મુલાકાત કરી અને તેમને ખાતરી આપી કે તેમની રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડશે.
આ મુલાકાત દરમ્યાન નર્મદા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના કારોબારી ચેરમેન મનજીભાઈ વસાવા પણ હાજર રહ્યા હતા, આદિવાસીઓના પ્રશ્નોને વાચા આપવામાં અને તેની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામા સાંસદ મનસુખભાઈ વસાવા હંમેશા ત્તત્પર રહે છે, આ પ્રશ્નોનો પણ ચોક્કસથી યોગ્ય ઉકેલ લાવવામાં આવશે તેમ મનસુખ વસાવા એ જણાવ્યું હતું

(12:22 AM IST)