<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે હાઇકોર્ટ સખત નારાજ : બે ઉચ્ચ સનદી અધિકારીઓને રૂબરુ હાજર રહેવાના આદેશ

વર્ષ 2019 થી અત્યાર સુધી થયેલી કામગીરી મામલે નારાજગી બાદ હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો

અમદાવાદ :  રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઇકોર્ટ સખત નારાજ થઈ છે. કોર્ટના તરસ્કાર મામલે ચાલી રહેલી અરજી મામલે હાઇકોર્ટે મોટો હુકમ કરતા, ગુજરાતના બે ઉચ્ચ સનદી અધિકારીઓને આગામી સુનાવણી દરમિયાન રૂબરુ હાજર રહેવાના આદેશ કર્યો છે.

    ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ M.K.દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને આગામી  29-08 નાં રોજ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા કહ્યું છે. વર્ષ 2019 થી અત્યાર સુધી થયેલી કામગીરી મામલે નારાજગી બાદ હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે

(8:52 PM IST)