તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
વડોદરામાં ગરબા માટે રજીસ્ટ્રેશન શરૂ : માત્ર 6 દિવસમાં 5 હજારથી વધુ ખેલૈયાઓએ નોંધણી કરાવી: જબરો ઉત્સાહ
ગરબા આયોજકોએ રજિસ્ટ્રેશન શરૂ કરતાં જ હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ ગરબા રમવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું

વડોદરાના ગરબા વિશ્વમાં પ્રખ્યાત છે અને વડોદરાવાસીઓ દરેક તહેવારમાં ગરબા રમવાનું નથી ભૂલતા. ત્યારે હવે નવરાત્રી ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તેવામાં ગરબા આયોજકોએ રજિસ્ટ્રેશન શરૂ કરતાં જ હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ ગરબા રમવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. માત્ર 6 દિવસમાંજ 5 હજારથી વધુ ખેલૈયાઓએ ગરબાના પાસ માટે નોંધણી કરાવી લીધી છે.
વડોદરા અને ગરબા બંને એક બીજાના પર્યાય છે, ત્યારે વડોદરા વાસીઓ નવરાત્રીના દોઢ મહિના અગાઉથી જ ગરબાના તાલે ઝૂમવા માટે થનગની રહ્યા છે. તો સાથે જ ગરબા આયોજકો દ્વારા પણ નવરાત્રીના આયોજનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ખેલૈયાઓ દ્વારા દોઢ મહિના અગાઉથી જ ગરબા રમવા માટેની નોંધણી કરાવી દેવામાં આવી છે.
15 ઓગસ્ટથી શરૂ થયેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં માત્ર છ જ દિવસમાં 5000થી વધુ ખેલૈયાઓએ ગરબાના પાસ માટે નોંધણી કરાવી દીધી છે. તો સાથે જ ખૈલયાઓએ ચણિયાચોળી કેડિયું સહિત નવરાત્રી લક્ષી સામગ્રીની પણ ખરીદી શરૂ કરી દીધી છે.
ખેલૈયાઓનો ઉત્સાહને જોતા ગરબા આયોજકો પણ ગરબા પ્રેમીઓને અત્યાધુનિક સુવિધા પૂરી પાડવા માટે કામે લાગી ગયા છે. વડોદરા શહેરના ગરબા દેશ દુનિયામાં વખણાય છે ત્યારે આ વર્ષે વડોદરા વાસીઓને કઈક નવું આપવાના નેમ સાથે ગરબા આયોજકો પણ મેદાને ઊતરી ગયા છે.
પાસના કિંમતની વાત કરીએ તો યુનાઇટેડ વે ગરબા દ્વારા પુરુષ પાસના 18 ટકા GST સાથે 4926 રૂપિયા છે જ્યારે મહિલા પાસના - 1175 રૂપિયા છે જ્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) દ્વારા પુરુષ પાસના - 2500 રૂપિયા અને એમ એસ યુનિ.ના વિધાર્થી માટે - 2000 રૂપિયા છે જ્યારે મહિલા પાસના - 300 રૂપિયા અને એમ એસ યુનિ.ની વિધાર્થીનીઓ માટે - 250 રૂ. પાસના છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
