<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

અમદાવાદ સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

27 ઓગસ્ટે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં બે-ત્રણ દિવસથી અમુક ભાગોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે લાંબા વિરામ બાદ મેઘ મહેર થઇ હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે આજે અને આવતીકાલે સવાર સુધી અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. 

  આ ઉપરાંત રાજ્યમાં 24 ઓગસ્ટથી અતિભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને 27 ઓગસ્ટે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

22 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

23 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવો વરસાદ થઇ શકે છે.

24 ઓગસ્ટના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં અતિભારે જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં હળવો વરસાદ થઇ શકે છે.

25 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિભારે જ્યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

26 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અતિભારે જ્યારે, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

27 ઓગસ્ટના રોજ કચ્છ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકામાં અતિભારે જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, મહેસાણા, ખેડા, વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

28 ઓગસ્ટના રોજ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, અમદાવાદ, આણંદ, પાટણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભરે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

(7:30 PM IST)