તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
પોલીસે જપ્ત કરેલા વાહનોની હરરાજી માટે કાયદામાં ફેરફાર થશેઃ ગૃહમાં વિધેયક

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. રર :.. ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ છે. ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે વિધાનસભા ગળહમાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક, ગુજરાત કાયદા (જોગવાઈઓના સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે.
ગુજરાતમાં કોઈ વ્યક્તિ કોઈ કેફી પદાર્થ, ભાંગ-ગાંજા, મહુડાનાં ફૂલો વગેરે લઈ જતા પશુઓ, ગાડાં અથવા વાહનમાં પકડાય તો કોર્ટના આખરી ચુકાદા સુધી સરકારે જપ્ત કરેલાં વાહનો માલિકોને પરત કરી શકાતાં નથી અને કેસના છેલ્લા ચુકાદા સુધી પોલીસ સ્ટેશનમાં રહેતા હોય છે.ત્યારે આ બાબતે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક,વિધાનસભામાં રજુ કરશે જેથી કરીને નશાબંધી ભંગ કરવા બદલ પકડાતાં વાહનોની હરાજી કરી શકાય.
આ સાથે સત્રના બીજા દિવસે ધારાસભ્ય અરવિંદ રાણાનો ટુંકી મુદ્દતનો સવાલ રહેશે જેમાં વ્યાજખોરો સામે પગલા ભરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવેલ છે. જ્યારે જયંતિ પટેલ કોલેજના વિદ્યાર્થીઓનો અકસ્માતે મોતમાં વળતર અને સહાયનો સવાલ છે. આ સિવાય અમિત ચાવડા આણંદ જિલ્લાના ગોપાલપુરામાં આવેલ એક કંપનીમાં આગ લાગતા ચાર ફાયર કર્મી ઘાયલ થયા હતા આ ઘટનામાં કંપનીમાં વારંવાર આગ લાગે છે. તે બાબતે સવાલ કરશે. (
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
