<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

લેટેસ્ટ હવામાન અપડેટ : રાજકોટ જીલ્લા માટે પણ આગાહી

અરબી સમુદ્રનું સાયકલોનિક સરકયુલેશન લો-પ્રેસરમાં ફેરવાયું...જે ઉત્તર-પડ્ઢિમ તરફ આગળ વધી ધીમેધીમે નબળી પડી જશે. મહારાષ્ટ્રના કાંઠા બાજુ સમાપ્ત થશે.

ચોમાસુ ધરી તેના નોર્મલ સ્થાને છે, ઉતર રાજસ્થાનથી લઇ બંગાળની ખાડીના લો પ્રેસર સુધી લંબાઇ રહી છે.

આજે પૂર્વ સૌરાષ્ટ્ર તથા ગુજરાત રિજીયનમાં વધુ વરસાદ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં તમામ જીલ્લામાં ભારે ઝાપટા તો ૧ થી ર વિસ્તારમાં ૧ થી ર ઇંચ જેવો વરસાદ પડશે.

બંગાળની ખાડીનું લો પ્રેસર ઉત્તર-પડ્ઢિમ દિશા તરફ આગળ વધી રહ્નાં છે, મધ્ય પ્રદેશ તથા ગુજરાત ક્ષેત્રમાં થન્ડર સ્ટ્રોમ વાળા વાદળો છવાયા હતા.

પૂર્વ ગુજરાતમાં તીવ્ર-ભારે થન્ડર સ્ટ્રોમ વાળા વાદળોને કારણે ભારે ઝાપટા તો કોઇ કોઇ સ્થળે ર ઇંચ જેવો વરસાદ વરસી શકે છે.

મધ્ય ગુજરાતમાં આણંદ-અમદાવાદ-વડોદરા-ખેડા-ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા-પાટણ-મહેસાણા ક્ષેત્રમાં ૧ થી ર ઇંચ વરસાદ પડી શકે છે.

પૂર્વ સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ તથા ગીર સોમનાથ ક્ષેત્રમાં ર ઇંચ અને કોઇ કોઇ સ્થળે ર ઇંચથી વધુ વરસાદ ગણી શકાય.

(3:34 PM IST)