તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
રાજપીપળા નાગરિક બેંકમાં વહેલી તકે વહીવટદારની નિમણુંક કરવા માજી એમ.ડી ની સીએમ ને રજૂઆત
ચાર મહિલા પહેલા ગાંધીનગરથી પત્ર આવ્યા બાદ પણ જિલ્લા રજીસ્ટ્રારએ કેમ ચાર મહિના સુધી કોઈજ કાર્યવાહી ન કરી તેવા સવાલ ઉઠ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા નાગરિક સહકારી બેંક ના માજી એમ. ડી. વિક્રમ માલવિયા મુખ્યમંત્રી ને સ્વાગત ઓનલાઇન ફરિયાદ કરી છે જેમાં જણાવ્યા મુજબ તારીખ ૨૩-૬-૨૦૨૩ ની તેમની અરજીને જીલ્લા રજીસ્ટ્રાર, નર્મદા તરફથી તા. ૧૭-૮-૨૦૨૩ ના રોજ બેંક પાસે ખુલાસો માંગેલ હતો તેનો ઉડાઉ જવાબ તારીખ ૫-૧૦-૨૦૨૩ ના રોજ જીલ્લાની કચેરીને આપેલ હતો.
ત્યારબાદ ફરીથી જીલ્લા રજીસ્ટ્રાર નર્મદાએ કાગળ લખી ખુલાસો માંગેલ હોવા છતાં બેંક તરફથી કોઈ જવાબ રજુ કરેલ ન હતો. તારીખ.૨૬-૪-૨૦૨૪ ના રોજ જીલ્લા રજીસ્ટ્રાર નર્મદા તરફથી વડી કચેરીએ વહીવટદાર મુકવા માટે પત્ર લખ્યો હતો ત્યારબાદ વડી કચેરી તરફથી જીલ્લાની કચેરીને રિઝર્વ બેંકની ગાઈડ લાઈન મુજબ ફરીથી ભલામણ કરવા જણાવેલ, પરંતુ ગાંધીનગરથી કાગળ આવે તેને પણ ત્રણ થી ચાર માસનો સમય પસાર થઈ ગયો છે છતાં વડી કચેરીએ કોઈ દરખાસ્ત રજુ કરી નથી.
આ અંગે જણાવવાનું કે, નર્મદા જીલ્લાના રજીસ્ટ્રાર પાસે અહિંયાનો રેગ્યુલર ચાર્જ ઉપરાંત બાકીના ૯ જગ્યાએ ચાર્જમાં હોઈ બેંકની ગેરરીતિ ગંભીર બાબત પ્રત્યે આ અધિકારી પુરતુ ધ્યાન આપી શકયા નથી.
ચાર મહિના પહેલા ગાંધીનગરથી આરબીઆઈની ગાઈડલાઇન મુજબ વહીવટદારની ભલામણ માટેનો પત્ર આવ્યો હોવા છતાં નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા એ કેમ કોઈ કાર્યવાહી ન કરી ..? અને અરજદાર ને પણ કોઈ જાણ કરવામાં આવી ન હતી, અરજદાર વિક્રમ મલાવિયા ને લખાણ તૈયાર છે થોડોક સુધારો કરવાનો છે એમ કહી ગેરમાર્ગે દોરેલા અને ત્યારબાદ કોઈજ કાર્યવાહી નહિ કરતા શું કોઈ અંગત ફાયદા માટે આ કાર્યવાહી અટકી હતી..? આમ તો ઝબાજ અધિકારી તરીકે ની છાપ ધરાવતા અભિષેક સુવા એ આ કેસ માં કેમ ઢીલી નીતિ અપનાવી
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
