તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
રક્ષાબંધન માટે 14-15 ઓગસ્ટે બાંદ્રાથી જયપુર અને અમદાવાદ સુધીની બે વિશેષ ટ્રેન દોડાવાશે
સુરત સ્ટેશન પર 5 મિનિટનો વિરામ અપાશે : આ ટ્રેનો નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

અમદાવાદ : રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા બે સ્પેશિયલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. રક્ષાબંધન આ વર્ષે 19મી ઓગસ્ટે આવે છે.આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી જયપુર અને અમદાવાદ સુધી ચાલશે, જેમાં સુરત સ્ટેશન પર 5 મિનિટનો વિરામ આપવામાં આવશે.
રેલવે અધિકારીઓએ આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે નિયમિત ટ્રેનો રક્ષાબંધન માટે સંપૂર્ણ રીતે બુક હોય છે. આ વિશેષ ટ્રેનો શરૂ થવાથી બહેનોને મુસાફરી કરી ભાઈઓને રાખડી બાંધવામાં સરળતા રહેશે.
આ ટ્રેનો નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
બાંદ્રા-અમદાવાદ સ્પેશિયલ નામની ટ્રેન નંબર 09053 14મી ઓગસ્ટે રાત્રે 9:30 કલાકે બાન્દ્રા ટર્મિનસથી ઉપડશે. સવારે 1:38 વાગ્યે સુરત સ્ટેશન અને 5:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09054, અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ, 15મી ઓગસ્ટે સવારે 8:45 વાગ્યે અમદાવાદથી ઉપડશે, બપોરે 1:25 વાગ્યે સુરત પહોંચશે, અને સાંજે 5:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન પોતાની યાત્રા દરમિયાન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને ગરાટપુર સ્ટેશન પર રોકાશે.
ટ્રેન નંબર 09054નું બુકિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે અને ટ્રેન નંબર 09053નું બુકિંગ 13 ઓગસ્ટથી સાંજે 4:00 વાગ્યાથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.
બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ નામની ટ્રેન નંબર 09037 15મી ઓગસ્ટે બાન્દ્રા ટર્મિનસથી રાત્રે 9:40 કલાકે ઉપડીને 1:45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન બીજા દિવસે સાંજે 4:00 કલાકે જયપુર પહોંચશે. પરત ફરતી વખતે જયપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન નં.09038 જયપુરથી 16મી ઓગસ્ટે સાંજે 7:00 કલાકે જયપુરથી ઉપડશે, બીજા દિવસે સવારે 8:35 વાગ્યે સુરત પહોંચશે અને અંતે બપોરે 1:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, કોટા અને સવાઇ માધોપુર સ્ટેશનો પર રોકાશે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
