News of Tuesday, 13th August 2024
GPSCમાં રાજ્ય વેરા નિરીક્ષક (STI) સહિત કુલ 450 જગ્યા પર ભરતી :
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોને મોટી તક :ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે મોટી ભરતી

અમદાવાદ : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો તૈયાર થઈ જજો, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે મોટી ભરતી બહાર પાડવામાં આપવી છે. GPSC દ્વારા કૂલ 450 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
GPSC Recruitment અંતર્ગત લાંબા સમયથી રાહ જોવામાં આવી રહેલી STI (state tax inspector) ની 300 પદ માટેની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સિવાય નાયબ બાગાયત નિયામક વર્ગ-1, જુનિયર ટાઉન પ્લાનર, આસીસ્ટન્ટ મેનેજર વર્ગ 3 સહિતની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ 18 પોસ્ટની કૂલ 450 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. અરજદારો તારીખ 12/08/2024 (બપોરે 1:00)થી તા. 31/08/2024 (રાત્રે 11:59) સુધી Online અરજી કરી શકે છે. સંપૂર્ણ નોટિફિકેશન નીચે પ્રમાણે છે, તેના પરથી તમે ભરતી પ્રક્રિયા અંગેની તમામ માહિતી મેળવી શકો છો.
(1) કોઈ પણ ક્ષેત્રમાં GRADUATE
(2) વયમર્યાદા: 20 વર્ષ
(3) કોલેજના છેલ્લા વર્ષમાં હોય તે વિદ્યાર્થી. પણ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ડિગ્રી સર્ટીફીકેટ હોવું જોઈએ
કેવી રીતે અરજી કરવી?
સૌ પ્રથમ https://gpsc.gujarat.gov.in/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
Latest Updates પર ક્લિક કારો
https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો
ફોટો અને સહી સહિતની આપવામાં આવેલ વિગતો યોગ્ય રીતે ભરો
ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
ત્યારબાદ યાદી માટે એપ્લિકેશન ફૉર્મની પ્રિન્ટ કાઢવી લેવી.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે કૂલ 450 જગ્યાઓ છે, આ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. જેથી ઉમેદવારોએ જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે સંસ્થાની વેબસાઈટ ઉપર આપેલા સત્તવાર નોટિફિકેશન વાંચવાનું રહેશે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
