તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ની સામાન્ય ચૂંટણી મતદાર યાદીની પ્રસિદ્ધિ
તમામ સંવર્ગો માટેની નકલો બોર્ડની કચેરીમાં તા. ૧૩-૦૮-૨૦૨૪ થી તા. ૨૦-૦૮-૨૦૨૪ સુધી જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન જોઈ શકાશે.

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મતદાર યાદી પ્રસિધ્ધિ અંગેની જાહેર નોટીસ ક્રર્માક : મઉમશભ/ચૂંટણી-૨૦૨૪/૩૨૮/૨૦૨૪-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ-૩(૨) વર્ગ-ખ ચૂંટાયેલા સભ્યોના ખંડ-(૧) થી ખંડ-(૯) માં નિર્દેશ કરેલ સંવર્ગોના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. સંવર્ગવાર મતદાર યાદીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ-૧૯૭૪ ના વિનિયમ-૫ ના પરિશિષ્ટ-અ માં નિયત થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચુંટણી કાર્યરીતિ નિયમોના નિયમ-૩(૧) હેઠળ આખરી મતદાર યાદી તૈયાર કરવામાં આવેલ છે તેમજ નિયમ-૩(૨) હેઠળ અધ્યક્ષ દ્વારા પ્રમાણિત થયેલ આખરી મતદાર યાદી નિયમ-૪ હેઠળ પ્રસિધ્ધ કરવાની જોગવાઈ અનુસાર રાજયમાંથી સંવર્ગવાર નોંધાયેલ અને આખરી થયેલ મતદાર યાદીઓની પ્રિન્ટ કરેલી નકલો જે તે જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જે-તે જિલ્લાની સંવર્ગવાર મતદાર યાદી તેમજ સમગ્ર રાજયના તમામ સંવર્ગો માટેની નકલો બોર્ડની કચેરીમાં તા. ૧૩-૦૮-૨૦૨૪ થી તા. ૨૦-૦૮-૨૦૨૪ સુધી જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. જેની નોંધાયેલા મતદારોએ નોંધ લેવી.
નોંધ : જિલ્લાવાર, સંવર્ગવાર ખંડ-(૧) થી ખંડ-(૯) માં નોંધાયેલા મતદારોની ફોટા સાથેની મતદાર યાદીની નકલ બોર્ડની વેબસાઈટ gsebeservice.com ઉપરથી વિનામૂલ્યે ડાઉનલૉડ કરી શકાશે. જો બોર્ડની કચેરી ખાતેથી મતદાર યાદી મેળવવી હોય તો બોર્ડની વેબસાઈટ પર દર્શાવેલ જિલ્લાવાર, સંવર્ગવાર નિયત કરેલ કિંમત જેટલી રકમ બોર્ડની કચેરીમાં ચલણથી, બેંક મારફતે કે ડીમાન્ડ ડ્રાફટથી જમા કર્યોથી દિન-૦૩ માં નકલ બોર્ડની કચેરી માંથી રૂબરૂ મેળવી લેવાની રહેશે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
