<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ગુજરાત સ્‍ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનમાં જોઈન્‍ટ સેક્રેટરી તરીકે હિરેન મહેતા

રાજકોટ તા. ૧૩ : સુરત ખાતે યોજાયેલા ગુજરાત સ્‍ટેટ ટેબલ ટેનિસની વાર્ષિક સામાન્‍ય સભામાં ગુજરાત સ્‍ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના હોદેદારોની વરણી કરવામાં આવેલ. જેમાં પ્રમુખ પદે પ્રમોદ ચૌધરી આઇએએસ સુરત, કુશાલ સંગતાણી કાર્યકારી પ્રમુખ, હરી પિલ્લાઈ સેક્રેટરી ગાંધીધામ, હિરેન મહેતા જોઈન્‍ટ સેક્રેટરી રાજકોટ (મો. ૯૪૨૬૧ ૬૫૨૮૩), ઉપપ્રમુખ પ્રમુખ જયાબેન ઠક્કર એકસ મેમ્‍બર ઓફ પાર્લામેન્‍ટ બરોડા નિષેધભાઇ મહેતા ભાવનગર ખજાનચી રૂઝુલ પટેલ ભરૂચ, ટેકનિકલ કમિટી ના ચેરમેન પદે મનિષ મેહતા રાજકોટ, સિલેકસન કમિટી મા અંકિત મેહતા, કોચીગ કમિટીના સદસ્‍ય તરીકે કિરણ ભટ્ટ વગેરે હોદેદારોની એજીએમ માં વરણી થયેલ છે. ગુજરાત સ્‍ટેટ ૨૦૨૪ માં સિનિયર નેશનલ સબ જુનિયર નેશનલ અને પેરા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટનું આયોજન કરશે.

(4:04 PM IST)