<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

આ વર્ષે રક્ષાબંધન પર રહેશે ભદ્રાનો ઓછાયો: રાખડી બાંધતા પહેલા જાણી લેજો શુભ મુહૂર્ત

સવારે 3.04 વાગ્યાથી રક્ષાબંધનની શરૂઆત થશે:19 ઓગસ્ટ રાત્રે 11.55 વાગ્યા સમાપ્ત થશે.: જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

અમદાવાદ :રક્ષાબંધનને ભાઈ બહેનનો ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ તહેવારમાં બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને તેની પાસેથી રક્ષાનું વચન લે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે આવી રહ્યો છે. પરંતુ આ દિવસે ભદ્રાનો ઓછાયો રહેવાનો છે જેના કારણે રાખડી બાંધતા પહેલા શુભ મુહૂર્ત જાણી લેવું ખૂબ જ જરૂરી છે.

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પુનમના દિવસે આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહનાના શુક્લ પક્ષની પુનમ 19 ઓગસ્ટે છે. સામવારે સવારે 3.04 વાગ્યાથી રક્ષાબંધનની શરૂઆત થશે. જ્યારે 19 ઓગસ્ટ રાત્રે 11.55 વાગ્યા સમાપ્ત થશે.

  આ વખતે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 2.07 વાગ્યાથી 8.20 વાગ્યા સુધીનો રહેશે. રાખડી બાંધવા માટે સાંજે 6.57થી 9.10 વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ છે. આ વખતે સવારે ભદ્રા યોગ રહેશે જેથી રાખડી બાંધવામાં મુશ્કેલી આવી શકે છે.

19 ઓગસ્ટ પર સવારે 5.53 વાગ્યે ભદ્રા યોગ છે. જે બપોર 1.32 વાગ્યા સુધી રહેશે. રાખડી બાંધતા પહેલા ભાદર કાળ પર ખાસ ધ્યાન આપવું. આ સમય અશુભ છે.

  ભદ્રા યોગને અશુભ માનવામાં આવે છે તેના પાછળનું કારણ એ છે કે રાવણને તેની બહેને ભદ્રા યોગમાં રાખડી બાંધી હતી અને ત્યારબાદ ભગવાન શ્રીરામના હાથે તેનો વધ થયો હતો. જેથી આ કાળમાં રાખડી બાંધવામાં નથી આવતી.

(1:45 PM IST)